આડેસરના એક મંદિરમાં તસ્કરોએ ખાતર પાડ્યું : 6.02 લાખના દાગીના પર હાથ સાફ કરી થયા ફરાર

copy image

રાપર ખાતે આવેલ આડેસરના એક મંદિરમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. સૂત્રો જણાવી રહ્યા છે કે, ચોર ઈશમોએ આડેસરમાં આવેલાં મેલડી માતાનાં મંદિરનાં તાળાં તોડી તેમાંથી રૂા. 6,02,000ના આભૂષણો પર હાથ સાફ કર્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મંદિરમાં સેવા-પૂજા કરતા વૃદ્ધ એવા ફરિયાદી ગત સનેજ સાંજે માતાજીની આરતી કરી દરવાજા બંધ કરી ઘરે ચાલ્યા ગયા હતા. બાદમાં આ વૃદ્ધ પરત મંદિરે આવેલ હતા ત્યારે ફરિયાદીએ માતાજીના દાગીના તપાસ્યા નહોતા.બાદમાં બીજા દિવસે વહેલી સવારમાં જોતાં મંદિર આગળ લગાડેલ લોખંડની ગ્રિલમાં તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું. બાદમાં મંદિરમાં વધુ તપાસ કરતાં મેલડી માતાનાં મંદિરે ચડાવેલ આભૂષણોની ચોરી થઈ હોવાનું સામી આવ્યું હતું. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, ચોર ઈશમો આ મંદિરમાંથી કુલ રૂા. 6,02,000ના આભૂષણોની તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. ઉપરાંત માતાજીનાં મંદિરે લાગેલા સી.સી.ટી.વી.ના ફૂટેજ જોવા જતાં તસ્કરોએ ડી.વી.આર. પણ ઉઠાવી ગયાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.