સુરતમાંથી વધુ ત્રણ નકલી ડોકટરની થઈ ધરપકડ

copy image

copy image

 સુરતમાંથી વધુ ત્રણ નકલી ડોકટર ઝડપાયા છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં ગત દિવસે ડીંડોલી વિસ્તારમાંથી બે મહિલા સહીત ૬ બોગસ તબીબોને પોલીસે દબોચી લીધા છે. લીંબાયત પોલીસની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી ૩ બોગસ ડોકટરોની અટક કરી છે. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લીંબાયત પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુદા જુદા સ્થળોએ અમુક શખ્સો દ્વારા અલગ અલગ નામોથી દવાખાનાઓ ચાલી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન નકલી સર્ટિફિકેટ મેળવી ડોક્ટર તરીકે ઓળખ આપી દર્દીઓની સારવાર કરતા ત્રણ ડુપ્લીકેટ ડોકટરોને દબોચી લેવામાં આવેલ હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી દવા તથા મેડીકલના સર સમાન મળીને કુલ ૧.૧૨ લાખનો મુદામાલ હસ્તગત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.