ગેરકાયદેસર હથીયાર (હાથ બનાવટની દેશી બંદુક) સાથે એક ઇસમને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક .શ્રી સાગર સાંબડા સાહેબ, ભચાઉ વિભાગ ભચાઉ નાઓની સુચના તેમજ મે.શ્રી પો.અધિ.સા પુર્વ- કચ્છગાંધીધામનાઓએ ગેરકાયદેસર હથીયારો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે આપેલ સુચના અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ શ્રી પી.એલ.ફણેજા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.ઇન્સ શ્રી જે.બી.બુબડીયા સાહેબને બાતમી હકીકત મળેલ કે પગીવાંઢ ગામે પ્રવિણ સબરાભાઇ કોલી રહે- પગીવાંઢ તા-રાપર કચ્છવાળાએ પોતાના ઘરમાં દેશીબંદુક હથીયાર રાખી સુતેલ છે તેવી બાતમી હકિકત આધારે હાથ બનાવટની દેશી બંદુક સાથે ઇસમને પકડીપાડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ

પ્રવિણ સબરાભાઈ કોલી ઉ.વ-૪૫ રહે-પગીવાંઢ તા-રાપર કચ્છ

કબ્જે કરેલ મુદામાલ

હાથ બનાવટની દેશી બંદુક નંગ-૦૧ કિ.રૂ-૧૫૦૦/-

કામગીરી કરનાર

આ ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટરશ્રી જે.બી.બુબડીયા તથા પો.સ.ઇ શ્રી પી.એલ.ફણેજા તથા સર્વેલન્સ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે.