પડાણામાંથી આંકફરકનો જુગાર  રમતા એક ઈશમને પોલીસે દબોચ્યો

589700500jugar

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાંથી આંકફરકનો જુગાર  રમતા એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની  ટીમ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અજમેરી હોટેલના  પાર્કિંગમાં એક શખ્સ  વરલી મટકા આંકફરકનો જુગાર રમી રમાડી રહ્યો છે. પૂર્વ બાતમીના આધરે પોલીસે હકીકત વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી અને આંકફરકનો જુગાર રમી રમાડતા આ શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે  પકડાયેલ ઈશમ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.