ભીમાસર નજીક ટ્રેઈન હેઠળ આવી જતાં માતા તથા તેમના બે માસૂમ સંતાનોએ જીવ ગુમાવ્યો
copy image

અંજાર ખાતે આવેલ ભીમાસર નજીક ટ્રેઈન હેઠળ આવી જતાં માતા તથા તેમના બે સંતાનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભીમાસર રેલવે સ્ટેશન નજીક રાત્રીના સમયે આ બનાવ બન્યો હતો. મૂળ બનાસકાંઠાનો આ શ્રમિક પરિવાર પોતાનાં વતનથી પાલનપુર ટેનમાં મુસાફરી કરી ભીમાસર સ્ટેશન ઊતર્યો હતો. ત્યારે અંધારામાં તેઓ રેલવે પાટા ઓળંગી રહ્યા હતા,તે સમયે અચાનક કચ્છ એક્સપ્રેસ તળે માતા અને બે સંતાન આવી જતાં ગંભીર રીતે ઘાયલ બન્યા હતા. વધુમાં માહિતી મળી રહી છે કે આ પરીવારને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજયું હતું. બનાવને પગલે રેલવે સ્ટેશન પર દોડધામ મચી હતી. ગાંધીધામ રેલવે પોલીસે આ બનવા અંગે આગળની વધુ કાર્યવાહી આદરી છે.