કાસેઝમાં કપડાંનાં એકમમાંથી 1.50લાખના કપડાં પર હાથ સાફ કરાયો : સમગ્ર મામલો સી.સી.ટી.વી. કેદ

image-32

copy image

copy image

 કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રમાં આવેલાં કપડાંનાં એકમમાંથી ત્રણ ઈશમો રૂા. 1.50 લાખની માલમતા પર હાથ સાફ કરી ગયા હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ ગત તા. 1/1ના રાત્રિના 2થી 4 વાગ્યાના સમયગાળા દરમ્યાન સ્ટાર સાઈન ક્લોથિંગ પ્રા. લિ. કંપનીમાં બન્યો હતો.આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કપડાંની આયાત-નિકાસનું  કામ કરતા એકમમાં  આરોપીઓએ પ્રવેશ કરી તેમાં પડેલા શર્ટ, પેન્ટ, ટી-શર્ટ, સ્વેટર, હૂડી સહિત કુલ  300 કિલો કપડાંના જથ્થાની તસ્કરી કરી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ચોરીની ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ છે. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધૂ તપાસ આરંભી છે.