મોરબીના મોડપર ગામે આવેલી જીનીગ મિલમાંથી તસ્કરો કોપર અને તાંબાની પ્લેટો તેમજ ઇલેક્ટ્રિક મોટરની તસ્કરી કરી ગયા હોય જે અંગે મિલના સંચાલક દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છેમોરબીના મોડપર ગામના રહેવાસી વાસુદેવભાઈ ભાણજીભાઈ કગથરાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ લખાવી છે કે મોડપર ગામની સીમમાં આવેલી દેવાંશી જીનીંગ એન્ડ કોટન પ્રા. લી. નામની બંધ જીન હોય જેમાં અજાણ્યા શખ્સોએ દીવાલ કુદીને જીનમાં પ્રવેશ કર્યો હતો અને ઇલેક્ટ્રિક ટીસીના ટીસી અંદર કોપર અને તાંબાની પ્લેટો કિંમત રૂ ૭૦ હજાર તેમજ જીનના સ્ટોર રૂમનો દરવાજાનો નકુચો તોડી સ્ટોર રૂમમાંથી પાંચ હોર્સપાવરની ૫ ઇલેક્ટ્રિક મોટર કિંમત રૂ ૨૦ હજાર મળી કુલ ૯૦,૦૦૦ ની મત્તા તસ્કરી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે પોલીસે તસ્કરીની ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.