ગાંધીધામમાં લેડીઝ કપડાની દુકાનમાંથી શરાબ ઝડપાયો : એકની ધરપકડ

copy image

copy image

ગાંધીધામમાં આવેલ કપડાની દુકાનમાંથી શરાબનો ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ ચાવલા ચોક નજીક લેડીઝ કપડાંની દુકાનમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે ગત રાત્રે પોલીસે કે.પી. કુર્તિસ નામની આ દુકાનમા રેઈડ પાડી હતી. અહીથી ખાનામાં રહેલી થેલીની તપાસ કરાતાં તેમાંથી બેલેન્ટાઈન ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વીસ્કી 1 લિટરની બે તથા જોનીવોકર રેડ લેબલ  સ્કોચ 1 લિટરની એક બોટલ એમ કુલ રૂા. 4536ની ત્રણ મોંઘી બોટલો કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આ દુકાનમાથી એક શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.