47 ગાડી ભાડે લઈ જઈ બાદમાં ચૂકવણું ન કરી ગાંધીધામની ટ્રાન્સપોર્ટર કંપનીને 11.65 લાખનો ચૂનો લગાવનાર વિરુદ્ધ ફરિયાદ
ગાંધીધામની ટ્રાન્સપોર્ટર કંપની સાથે 11.65 લાખની છેતરપિંડી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી કિરીટ કરશન ઠક્કર તથા તેમના ભાઇ શહેરના મણિ કોમ્પ્લેક્સમાં એશિયન લોજિસ્ટિક નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવે છે. ગત તા. 22-11ના એક શખ્સે ફરિયાદીના ભાઇને એક નંબર મોકલી તેને ગાડી ભાડે જોઇતી હોવાની જાણ કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ અજાણ્યા આરોપી શખ્સે પોતે વિક્ટોરિયા સિરાટેક પ્રા. લિમિટેડમાં એચ.આર. મેનેજર હોવાની ઓળખ આપી પ્રમાણપત્ર પણ બતાવેલ હતું. ફરિયાદી તથા તેમના ભાઇને વિશ્વાસ લઈ અને બાદમાં આરોપી ઈશમોએ 47 ગાડીની માંગ કરતાં તેઓએ મોકલી આપી હતી. બાદમાં આ ગાડી પેટે અઠવાડિયામાં ચૂકવણું કરી આપવાની વાત કરી હોવા છતાં પણ નાણાં ન ચૂકવતા બાદમાં વિક્ટોરિયા સિરાટેક કંપનીમાં તપાસ કરાતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. અને તે કામાપનીમાં આવો કોઈ શખ્સ કામ ન કરતો હોવાનું સામે આવ્યું હતું. ટ્રાન્સપોર્ટરે રૂા. 11,68,545ની છેતરાપિંડી થતાં આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.