વડોદરામાં વેમાલી કેનાલમાં કિશોરનું ડૂબી જવાથી મોત

copy image

સૂત્રો જણાવી રહ્યા છે વડોદરામાં આવેલ વેમાલી કેનાલમાં કિશોર ડૂબી જતાં તેનું મોત નીપજયું હતું. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સાંજે કિશોર કેનાલમાં હાથ-પગ ધોવા અર્થે ગયેલ હતો જે સમય દરમ્યાન અચાનક કોઈ કારણે કેનાલમાં લપસી અને ડૂબી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે, ઘટનાની જાણ થતાં આજુબાજુમાથી લોકો એકઠા થયા હતા. આ બનાવ અંગે ફાયરની ટીમને જાણ કરવામાં આવતા જવાનોએ કિશોરના મૃતદેહને શોધવાની કામગીરી શરૂ કરી હતી.