ભુજ ખાતે હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની વિડીયો ધ્યાન મેગા શિબિરનો પ્રારંભ : પ્રથમ દિવસે 600 થી વધારે શિબિઆર્થીઓએ ભાગ લિધો

આજરોજ ભુજ ખાતે રઘુવંશી ચાર રસ્તા પાછે આવેલ શિવમ પાર્ટી પ્લોટ મધ્યે સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સ્થાપિત હિમાલયીન સમર્પણ ધ્યાનયોગની વિડીયો ધ્યાન મેગા શિબિરનો પ્રારંભ થયો હતો
આ શિબિરનું દીપ પ્રાગટય ભુજ નગરના નગર અધ્યક્ષા શ્રીમતી રષ્મીબેન સોલંકી , કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, જિલ્લા હોમાગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ , સિવિલ સર્જન ડો હિરાણી સાહેબ , રાજપૂત સમાજના હિરેન રાઠોડ , યોગ પ્રભા ભારતી સંસ્થાન ના ટ્રસ્ટી ડો પ્રવીણ લીંબાણી , ગુરુતત્ત્વ મીડિયા પ્રમુખ શૈલેષ રૂડાણી , જોનલ આચાર્ય શ્રીમતી જયશ્રીબેન ગોર ભુજ આચાર્ય હેતલબેન ભાવાણી અને ઉદય વોરા દ્વારા કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ડો પ્રવીણ લીંબાણી દવારા ઉપસ્થિત લોકોનું શાબ્દિક સ્વાગત કરી શિબિર વિશે માહિતી આપી હતી
શિબિરના પ્રથમ દિવસે અંદાજીત 600 જેટલા શિબિઆર્થીઓ આ શિબિરનો લાભ લઇ ધ્યાન કર્યું હતું શિબિરના પ્રથમ દિવસે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીએ શરીરની ચેતના , આત્મ જાગૃતિ , અને ધ્યાન નો પરિચય આપ્યો હતો
આ શિબિર તા 13/01/2025 સુધી ચાલશે જેમાં આપડા શરીરમાં રહેલ સાત ચક્રો વિશે સદગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા દરરોજ એક એક ચક્રની માહિતી આપી ઉપસ્થિત લોકોને ધ્યાન કરાવશે તેવી માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી અને આવનારા દિવસોમાં વધારે ને વધારે ભુજ વાસીઓ આ શિબિરનો લાભલે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો