સુરતના યુવાને મોબાઈલ ગેમમાં પૈસા હારી જતાં ATM તોડવાનો કર્યો પ્રયાસ
copy image

સુરતમાં એક યુવાન મોબાઈલ ગેમમાં પૈસા હારી જતાં તેને ATM તોડવાનો પ્રયાસ કર્યો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે, ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરતમાં એક યુવક મોબાઈલમાં ફ્રી ફાયર ગેમમાં 14 હજાર હારી ગયો હતો જેથી તેને ATM તોડી ચોરીનો પ્રયાસ કરેલ હતો. વધુમાં જણાઈ રહ્યું છે કે, પૈસા હારી જતા સૌ પ્રથમ આ યુવાને પોતાની માતાના મોબાઈલમાંથી ઓનલાઇન રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા અને બાદમાં ATM તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર મામલો સીસીટીવી માં કેદ થયો હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે પોલીસે બાળગુનેગાર સહીત 2ની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.