અંજાર નજીક એક વેપારી પર બે શખ્સોનો હુમલો
copy image

અંજાર નજીક એક વેપારી પર બે શખ્સો દ્વારા પાઈપ વડે હુમલો કરી દેવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેનાર વિરલ દેવેન્દ્રપ્રસાદ વૈષ્ણવ નામના વેપારી પર ગત દિવસે સવારે હુમલો કરી દેવાયો હતો. ફરિયાદીની દિકરીને હૃદય અનિલ નાવાણી નામનો શખ્સ ફોન કરતો હોવાથી ફરિયાદી તેના ઘરે તેને સમજાવવા ગયેલ હતા. અને બાદમાં ગત દિવસે સવારે આ વેપારી કાર લઇને જઇ રહ્યા હતા, તે દરમ્યાન અંજારના રીવેરા ફાર્મ નજીક હૃદય નાવાણી તથા અન્ય અજાણ્યો શખ્સ કાર લઇને આવી ફરિયાદીની કાર રોકાવી નીચે ઉતાર્યો હતો અને બાદમાં તેના પર લોખંડના પાઇપ વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત આજે તો તને મારી નાખવો છે તેવી ધમકી પણ આપેલ હતી. આ મામલે વધુમાં જાણવા મળી રહ્યું છે કે બાદમાં આરોપી ઈશમે ફરિયાદીના પત્નીના મોબાઇલ પર ફોન કરી તારા પતિને મે માર્યો છે સાપેડા પડયો છે. તેને લઈ જવા જણાવ્યુ હતું. બાદમાં ઘાયલ વેપારીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આ મામલે પોલીસે આરોપી ઈશમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.