ગાંધીધામની ટિમ્બર ઉદ્યોગ સાથે બે કરોડની ઠગાઈ થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ મીઠી રોહરમાં લાકડાંની એક કંપની સાથે બે કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં રહેનાર રાજેન્દ્ર ગિરધરલાલ વિઠલાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર ફરિયાદી મીઠી રોહરની સીમમાં કમલેશ સેલ્સ કોર્પોરેશન નામની લાકડાંની પેઢી ચલાવે છે અને તેમનો પુત્ર આનંદ વૂડ એક્ઝિમ નામની પેઢી ચલાવે છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, વરસામેડીમાં આવેલી નામધારી ટિમ્બર પ્રા. લિમિટેડ તથા વી. વી. વૂડ એલ.એલ.પી. કંપની છેલ્લા સાત વર્ષથી આ કંપની પાસેથી સામાન ખરીદે છે. આ આરોપી ઈશમોએ વર્ષ 2022થી 1/4/2024 સુધી આ કંપની સાથે વેપાર કર્યો હતો. બંને કંપનીઓ વચ્ચે હાઇસીઝ સેલ એગ્રીમેન્ટ અને તથા લોકલ સેલ કરાયું હતું. તે દરમ્યાન આરોપીઓએ ફરિયાદીની કંપની પાસેથી રૂા. 4,93,39,693ના વિદેશી લાકડાની ખરીદી કરી હતી. જેના પેટે  કંપનીએ અમુક ચૂકવણું કર્યું હતું અને બાદમાં બાકી નીકળતાં રૂા. 2,00,91,814ની વારંવાર માંગ કરવા છતાં બાકીની રકમ આપવામાં ન આવતા ફરિયાદીએ તેમના વિરુદ્ધ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.