“નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૫૮ ટન જેટલુ બોક્સાઈટ (ખનીજ) ભરેલ એક ટ્રકને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ અને વાહન ચેકિંગની હતા તે દમ્યાન હાજીપીર ફાટક પાસે, માતાનામઢ નખત્રાણા હાઇવે રોડ ઉપર એક શંકસ્પદ ટ્રક ચેક કરતા તેમા બોક્સાઈડ (ખનીજ) ભરેલ હોઇ જે બાબતે વાહન ચાલક ભચુ હરભમ રબારી ઉ.વ.૧૯ રહે. શિકારા તા. ભચાઉ વાળા પાસે ટ્રકમાં ભરેલ બોક્સાઈડ (ખનીજ) ની રોયલ્ટી કે પાસ પરમીટ ની માંગણી કરતા વાહન ચાલક પાસે રોયલ્ટી કે પાસ પરમીટ ન હોય તેમજ આ બોક્સાઈડ (ખનીજ) રાવરેસર તા.લખપત સીમ વિસ્તારમાંથી ભરેલ હોવાની હકીકત જણાવેલ. જેથી સદરહુ વાહનમાં ભરેલ બોક્સાઈડ (ખનીજ) રોયલ્ટી કે પાસ પરમીટ વગર ૫૮ ટન જેટલુ બોક્સાઈડ(ખનીજ) ભરેલ મળી આવેલ જેના રજીસ્ટેશન નંબર- GJ 27 TF 0615 વાળા વાહનને કબ્જે લઈ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરી આગળની કાર્યવાહી સારૂ ખાણ ખનીજ અને ભુસ્તર વિભાગને રિપોર્ટ કરેલ છે.

:• કબ્જે કરેલ મુદ્દામાલ

ટ્રક રજી. નં. GJ 27 TF 0615

  • બોક્સાઈડ (ખનીજ) ૫૮ ટન