ભરૂચ એલ.સી.બી પોલીસે અંકલેશ્વરના કોસમડી ગામ પાસેથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડી કાયદેસરની તજવીજ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળિયાની ભંગારની દુકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે કોથળામાં રહેલ તાંબાના વાયરો અને પ્લેટોનો શંકાસ્પદ જથ્થો મળી કુલ ૪૫,000 નો મુદ્દામાલ જપ્ત કરી અચ્છે ખાલીદ શાહની અટક કરી કાયદેસરની તજવીજ હાથ ધરી છે.