અમદાવાદના બુટલેગરને કારમાં ૨૬ હજારના વિદેશી શરાબના જથ્થા સાથે શામળાજી પોલીસે ઝડપ્યો

અમદાવાદ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ થોડો સમય ભૂગર્ભ જતા રહેલા બુટલેગરો ફરીથી સક્રિય થતા નાના-મોટા વાહનો મારફતે વિદેશી શરાબ ઘુસાડાયા પ્રયત્નશીલ બન્યા છે. શામળાજી પોલીસે અમદાવાદના ગોતા વિસ્તારમાં કર્મચારી સોસાયટી ચાણક્યપુરી રહેતા સંજય પ્રભુદાસ ડામોરને ઈન્ડિગો કારમાં વિદેશી શરાબના રૂ.૨૬,૩૫૦ના જથ્થા સાથે રાજસ્થાન તરફથી પ્રવેશતો રતનપુર ચેકપોસ્ટ પાસેથી પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. અરવલ્લી જિલ્લામાં એક બાદ એક શરાબના અડ્ડાઓ પર પોલીસની તરાપ જોવા મળી રહી છે તો બીજી બાજુ રાજસ્થાન સીમા પરથી શરાબ પકડવાની સીલસીલો યથાવત જ રહ્યો છે. રાજસ્થાન તરફથી આવતા વાહનોના સઘન ચેકિંગ દરમિયાન રાજ્યમાં ગેરકાયદેસર પ્રવેશ કરાવતા ભારતીય બનાવટનો વિદેશી શરાબને પોલીસે ઝડપી પાડ્યો છે. શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર કે. વાય. વ્યાસ અને તેમનો સ્ટાફ રાણપુર પાસે અણસોલ ગામની સીમ પાસે ચેકિંગ હતાં ત્યારે ટાટા ઇન્ડિયા કાર નંબર જીજે 01 સિટી 2508 નઈ તપાસ કરતા તેમાંથી શરાબની કુલ બોટલ 31 નંગ, શરાબની કુલ કિંમત રૂ.૨૬,૩૫૦ સહિત ગાડી અને એક મોબાઇલ ફોન સાથે ઈસમ સંજયકુમાર પ્રભુદાસ ડામોરને પકડી પાડી જેલના હવાલે મોકલી દીધો હતો. પોલીસે શરાબ સહિત કુલ 2,28,350 મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *