વાગરા પોલીસે અંભેર ગામેથી સાત શખ્સોને રૂ.૫૧,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડાયા

વાગરાના અંભેલ ગામેથી સાત જુગારીયાઓને પોલીસે પકડી પાડયા હતા. એકાવન હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરતા શખ્સોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ભરૂચ જિલ્લામાં સત્તા બેટિંગ રમતા તેમજ પાના પત્તાનો જુગાર રમતા લોકો પર પોલીસે ભીંસ વધારી દીધી છે.ગત રાતના અરસામાં વાગરા પોસઇ જે.કે ડાંગરને અંભેર ગામે તળાવની પાર ઉપર કેટલાક લોકો પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.પી.એસ.આઈ એ પોલીસ કાફલા સાથે અંભેર ગામે રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા ૭ શખ્સોને રંગે હાથ પકડી પાડતા પંથકના શખ્સોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જુગાર રમતા અંભેર ગામના રાજેશ સોલંકી, અનીલ વસાવા, હર્ષ પટેલ, અલાદર ગામના સંજય વસાવા, કમલેશ વસાવા તેમજ કેશવણના સરફરાઝ પટેલ અને રાજેશ વસાવાને પકડી લીધા હતા. દાવ પરના ૩૦,૩૬૦ રૂપિયા અને છ મોબાઈલ કિંમત રૂ.૨૧,૫૦૦ મળી ૫૧,૮૬૦ રૂપિયાનો જુગાર પકડી પાડયો હતો. વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.જો પોલીસ દ્ધારા જશખ્સો ઉપર આવીજ રીતે ઢોંસ વધારવામાં આવશે તો કેટલાયે પરિવારો જુગારની બદી થી બચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *