કોમ્પ્યુટરમાં સ્ટોક સરભર કરી બારોબાર 35 ટન મીઠું સગેવગે કરનારા ત્રણ ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ

copy image

copy image

કંડલામાં 35 ટન મીઠું સગેવગે કરનારા ત્રણ ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલાની કંપનીમાં 35 ટન મીઠું આવ્યું ન હોવા છતાં મીઠું આવી ગયેલ હોવાનું દર્શીવી બારોબાર સગેવગે કરનાર ત્રણ ઈશમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કંડલામાં આવેલ કચ્છ સોલ્ટ વર્ક એન્ડ ઇન્ડસલીન્ડ કંપનીમાં ગત દિવસે આ બનાવ સપાટી પર આવ્યો છે. આ કંપનીમાં ખાવડાના સોલારી પ્લાન્ટમાંથી મીઠું આવે છે. કંપનીમાં કામ કરનાર કર્મચારીએ ડેઇલી રિપોર્ટ તપાસ કરતા ટ્રક કંપનીમાં આવી ન હોવા છતાં રિપોર્ટમાં માલ આવી ગયો હોવાનું દર્શાવ્યું હતું. ત્યાર બાદમાં સીસીટીવી તપાસ કરવામાં આવતા આ વાહન ખાવડાથી નીકળ્યું હતું પરંતુ કંડલા પહોંચ્યું ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત વાહનનું વેબ્રિજ વજન પણ કરવામાં આવેલ ન હોવાથી આ મામલે ત્રણ ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.