રાજકોટમાંથી નકલી બીડી બનાવવાનું કારખાનું ઝડપાયું

copy image

વધુ એક નકલીનું કારસ્તાન રાજકોટમાંથી ઝડપાયું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટમાંથી નકલી બીડી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવેલ છે.
આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ SOGને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શહેરની બજરંગ વાળી શેરીમાં મકાન નંબર 13માં નકલી બીડીનું કારખાનું ધમધમી રહ્યું છે. મળેલ બાતમીના આધારે રાજકોટ SOGની ટીમે બાતમી વાળા સ્થળ પર રેઈડ પાડી કાર્યવાહીનો સપાટો બોલાવી દીધો હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન જુદા જુદા રંગની બીડીઓનો જથ્થો, વિવિધ કંપનીઓના સિમ્બોલ, કંપનીઓના સ્ટીકર્સ, હજારો લિટર ગુંદર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.