અબડાસા ખાતે આવેલ નલિયા અને કોઠારા માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એકનું મોત, ચાર ઘાયલ
અબડાસા ખાતે આવેલ નલિયા અને કોઠારા માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માત ગત દિવસે વહેલી સવારના અરસામાં સર્જાયો હતો. આ માર્ગ પર જઈ રહેલી અલ્ટો કારને કોઈ અજાણ્યા ટ્રકે હડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર 65 વર્ષીય વૃદ્ધનું ગંભીર ઈજાઓ પહોચતા મોત નીપજ્યું હતું.તેમજ અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.