કચ્છમાં પડી રહી કાતિલ ઠંડીથી લોકો ધૂજી ઉઠયા : જાહેર માર્ગો પર વહેલી સવારે સન્નાટો જોવા મળ્યો

copy image

copy image

કચ્છમાં પડી રહી કાતિલ ઠંડીની તિવ્રતા જનજીવનને અસર પહોંચાડી રહી છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે સવાર અને સાંજ ચાલતા કે બાઇક પર નીકળવામાં વિચાર કરવો પડી રહ્યો છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે ભુજ શહેરમાં 10.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું નલિયામાં આજે 5.4 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ભુજના જાહેર માર્ગો પર વહેલી સવારના સમયે સન્નાટો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખત નલિયા રાજ્યમાં ઠંડા મથકોમાં અગ્ર સ્થાને જળવાઈ રહ્યું હતું.