સેવા એ જ સાધના- શબ્દોની આરાધના: માધ્યમોના બદલાતા પ્રવાહોમાં જનલક્ષી માહિતીને વ્યાપક કરવા ટીમ માહિતીની પ્રતિબદ્ધતા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલ ચિંતન શિબિરની કાર્યશૈલીને આગળ ધપાવતા સોમનાથ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની ચિંતન શિબિર યોજાયા બાદ વિવિધ વિભાગોની ચિંતન શિબિરો યોજાઇ રહી છે. આ શ્રેણીમાં આજે આણંદ નજીક વેદ વિજ્ઞાન ભવન ખાતેથી માહિતી ખાતાની બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.

માહિતી ખાતાની કામગીરી સાથે સંકળાયેલા રાજ્યભરના ૮૦ થી વધુ વર્ગ ૧-૨ના અધિકારીઓ આ બે દિવસીય ચિંતન શિબિરમાં જન કલ્યાણકારી યોજનાઓને વધુ અસરકારક રીતે છેવાડાના માનવીઓ સુધી પહોંચાડવા સંદર્ભે પ્રત્યાયન માધ્યમોના બદલાતા જતા પ્રવાહો અને ટેકનોલોજીના ઉપયોગ અને પડકારો બાબતે મનોમંથન કરશે.

શિબિરના શુભારંભ અવસરે ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, સમયની સાથે માધ્યમોમાં અને લોકોના વાંચન અને રસ-રુચિમાં પણ મોટાપાયે પરિવર્તન અને બદલાવ આવ્યો છે.
તેઓએ માહિતી અધિકારીઓને પ્રેરણા આપતા કહ્યું કે લોકોના રસ અને તેમની જરૂરિયાતોને પારખીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી જન- જન સુધી પહોંચે તે માટે ટીમ માહિતી સુસજજ છે. તેઓએ સર્જનાત્મક લખાણ, સતત સક્રિયતા, કોમ્યુનિકેશનના બદલાતા પ્રવાહો, સોશિયલ મીડિયા અને પ્રચાર માધ્યમોનો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી જન કલ્યાણકારી યોજનાઓના પ્રચારમાં કઈ રીતે તાલમેલ સાધી શકાય તે અંગે અભ્યાસુ દ્રષ્ટાંતો આપીને સૌને માર્ગદર્શન આપ્યું હતું.
ટેકનોલોજીના વિકાસ સાથે આંગળીના ટેરવે દુનિયાભરની માહિતી ઉપલબ્ધ બની છે ત્યારે છેવાડાના માનવી સુધી સચોટ માહિતી પહોંચાડવા માહિતી ખાતાની ભૂમિકા વધુ પડકારજનક , વધુ સંવેદનશીલ અને વધુ પ્રાસંગિક બની છે. આજના સમયમાં લોકોનો અટેન્શન સ્પાન સતત ઘટી રહ્યો છે અને સફળ પ્રત્યાયનના માર્ગમાં નવીન અવરોધો આવી રહ્યા છે, ત્યારે વિષયવસ્તુ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય તે માટે લખાણને સર્જનાત્મક અને સરળ બનાવવા પર ભાર મૂક્યો હતો.

સમય સાથે તાલ ન મિલાવવાના કારણે લુપ્ત થઈ ગયેલી કંપનીઓનું ઉદાહરણ આપતા સચિવશ્રીએ સમજાવ્યું હતું કે, આજના જમાનામાં લોકો પાસે અનેક સમાચાર માધ્યમો ઉપલબ્ધ છે ત્યારે સરકારની માહિતીના આધારભૂત સ્ત્રોત તરીકે માહિતી ખાતાની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ થઈ જાય છે.

પ્રત્યાયનનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું કે, માત્ર પ્રત્યાયન કરવું તે જ માહિતી ખાતાનું ધ્યેય નથી. રાજ્ય સરકારનો સંદેશો લોકો સુધી પહોંચે, લોકો તેને વાંચે,જૂએ અને જીવનમાં ઉતારે તે આજે પડકારરૂપ કાર્ય બન્યું છે, ત્યારે લોકોની વાત સાંભળીને તેમાં નવા-નવા માધ્યમો અને સામાન્ય લોકોની વાત મૂકીને તેને કઈ રીતે વધુ લોકભોગ્ય બનાવી શકાય તેનું ચિંતન-મનન આ શિબિરમાં કરવામાં આવશે.

તેમણે ‘મારી યોજના’ પોર્ટલનું ઉદાહરણ આપીને આ પોર્ટલની કેટલા લોકોએ મુલાકાત લીધી તેનું વિશ્લેષણ કરી સંદેશો અસરકારક રીતે પહોંચાડવામાં રહેલી મર્યાદાઓ શોધી તેને દૂર કરવા અંગે તેમજ લોકોની માહિતીની જરૂરિયાતોને સમજવા વિશ્લેણાત્મક માર્ગદર્શન આપ્યું હતું.
આજે દરેક કલાકે યુટ્યુબ સહિત ઇન્ટરનેટ પર અઢળક નવું કન્ટેન્ટ મૂકાય છે, ત્યારે પોતાના કન્ટેન્ટ પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષાય અને ટકી રહે તે પ્રમાણે વિષયવસ્તુનું સર્જન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
નવી કોઈપણ વિષયવસ્તુ બાબતે જરૂરી સંશોધન, આયોજન કરીને તેમાં કઈ રીતે બદલાવ કરીએ કે જેથી સામાન્ય લોકો પણ તેને સ્વીકારી શકે તે અંગે દ્રષ્ટાંતો સાથે માહિતી આપી હતી.

માહિતી ખાતું રાજ્ય સરકારના કોઈપણ વિભાગ માટે પોતાની વાત રજૂ કરવા માટેનું મહત્વપૂર્ણ અને સબળ માધ્યમ છે તેમ જણાવતા સચિવશ્રીએ હિતધારકો સાથે વિશ્વાસપૂર્ણ સંબંધો જાળવી રાખવા અને તેને આગળ વધારવા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને માહિતી ખાતા દ્વારા પ્રસારિત જનકલ્યાણલક્ષી વિષયવસ્તુઓ…