ભુજ શહેરના રીંગ રોડસહિતના રસ્તાઓના રીસરફેસ અને મજબુતીકરણના કુલ૭ કામો માટે રૂ. ૩૦.૫૦ કરોડ ફાળવવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
———-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેભુજ શહેરના રસ્તાઓના રીસરફેસ અને મજબુતીકરણ માટે ૧૪.૧ કિ.મી. લંબાઈના કુલ૭ રસ્તાઓના કામો માટે કુલ રૂ. ૩૦.૫૦કરોડ મંજુર કર્યા છે.
| ક્રમ | કામનું નામ | સૂચિત લંબાઈ (કિ.મી.માં) | અંદાજીત રકમ (રૂ.કરોડમાં) |
| ૧ | નળ સર્કલ થી એન્કર સર્કલથી ઉદ્યોગ કેન્દ્ર | ૩.૫૦૦ | ૭.૦૦ |
| ૨ | જીલ્લા ઉદ્યોગ કેન્દ્રથી એરોપ્લેન સર્કલથી પ્રિન્સ રેસીડન્સી | ૩.૫૦૦ | ૮.૦૦ |
| ૩ | આત્મારામ સર્કલથી જથ્થાબંધ બજારથી દિનદયાળ સ્કુલ સુધી | ૧.૧૦૦ | ૨.૫૦ |
| ૪ | મહિલા આશ્રમથી સર્કલથી સરપટ ગેટ | ૧.૫૦૦ | ૩.૨૦ |
| ૫ | ભીડ ગેટથી રેલવેસ્ટેશન રોડ | ૧.૨૦૦ | ૨.૭૦ |
| ૬ | રાણી લક્ષ્મીબાઈ સ્ટેચ્યુથી ગાંધીસર્કલ થી કચ્છમિત્ર કોલોની | ૧.૪૦૦ | ૩.૦૦ |
| ૭ | જ્યુબીલી સર્કલથી વી.ડી. હાઈસ્કુલથી બી. મંગતરામથી દેશલપર તળાવ | ૧.૯૦૦ | ૪.૧૦ |
| કુલ | ૧૪.૧ | ૩૦.૫૦૦ | |
મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણયના પરિણામે ભુજ શહેરના નાગરિકોને સારી સુવિધા તથાશહેરી વાહનવ્યવહારને વધુલાભ થશે અને કચ્છના પ્રવાસે આવનારા પ્રવાસીઓને વધુ સુવિધા મળતી થશે.