નલિયામાં કામ કરતી વેળાએ પતાકાતા 28 વર્ષીય શ્રમિક યુવાનનું મોત

copy image

અબડાસા ખાતે આવેલ નલિયા ગામમાં કામ કરતા સમયે ચોથા માળેથી પટકાતાં 28 વર્ષીય શ્રમિક યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અહીં ચોથા માળે સેન્ટ્રિંગનું કામ કરતો યુવક લાલાભાઈ નીચે પટકાતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.જાણવા મળી રહ્યું છે કે ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું મોત નીપજયું છે. આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.