મોખાણામાં ઓનલાઈન ગેમમાં હારી જતાં 17 વર્ષીય તરુણે ઝેરી દવા ગટગટાવી

copy image

ભુજના મોખાણામાં ઓનલાઈન ગેમમાં હારી જતાં 17 વર્ષીય તરુણે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ 17 વર્ષીય હતભાગી તરુણ મોખાણા સ્થિત પોતાના ઘરે હતો તે દરમ્યાન મોબાઈલમાં કોઈ ગેમ રમી રહ્યો હતો, જેમાં હારી જતાં આ તરુણ નિંદામણ બાળવાની ઝેરી દવા ગટગટાવી ગયો હતો. બનાવની જાણ થતાં જ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.