અંજારના વરસામેડીમાં જમીન ટાંકામાંથી રૂા. 2.51 લાખનો શરાબ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

 વરસામેડી ખાતે આવેલ શાંતિધામ વિસ્તારમાં એક પાણીના ટાંકામાંથી રૂા. 2.51 લાખનો શરાબ પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, શાંતિધામમાં દિવ્યા-2 સોસાયટીમાં આરોપી નીલેશ ઉર્ફે ટીકુ માલીના કબજાના મકાનમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધારવામાં આવેલ કાર્યવાહીમાં   છાનબીન દરમ્યાન મકાનના બહાર  જમીન ટાંકામાં તપાસ કરતાં અંગેજી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે આ સ્થળ પરથી કુલ કિ.રૂા. 2,51,892નો શરાબનો જથ્થો કબ્જે કરી આગળની વધુ કાયાદેસરની કાર્યવાહી હાથ ધરી છે.