રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે રામની નગરી અયોધ્યા ફરી એકવાર ઝળહળી ઉઠી

copy image

copy image

આજે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠના પ્રસંગે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમની તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.  જાણવા મળી રહ્યું છે કે હિન્દુ કેલેન્ડર મુજબ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવશે. ત્યારે રામ મંદિરને પચાસ ક્વિન્ટલ ફૂલોથી શુશોભિત કરવામાં આવ્યું છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રામ મંદિર સંકુલના વિવિધ ભાગોમાં દિવસભર યજ્ઞ-હવન અને પૂજા કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમોમાં ભાગીદાર થવા 2 હજાર સંતો અયોધ્યા પહોંચી રહ્યા છે.

સૌપ્રથમ સવારે 10 વાગ્યે રામલલાના અભિષેક અને પૂજા સાથે આનો પ્રારંભ કરવામાં આવશે અને બાદમાં સીએમ યોગી 11 વાગ્યે કાર્યક્રમમાં પહોંચશે. બપોરે 12.20  વાગ્યે રામલલાની ભવ્ય આરતી કરવામાં આવશે. આ શુભ પ્રશંગે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ફરી એકવાર ઝળહળી રહી છે.