ગુજરાતમાં દારૂબંધી, પોલીસના ઘરમાં નહીં? : અરવલ્લીમાં પોલીસના ઘરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો?

copy image

copy image

ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે પોલીસના ઘરમાંથી જ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવેલ હોવાનો ચકચારી કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઘટના અરવલ્લી જિલ્લામાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના ધનસુરાના રહીયોલ ગામમાં LCBની ટીમે તપાસનો સપાટો બોલાવી પોલીસ કર્મીના ઘરમાંથી જ વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ પોલીસકર્મીના ઘરના રસોડામાંથી 2138 બોટલ સાથે 22 પેટી દારુ જેની કી.રૂ. 1.76 લાખનો દારુ કબ્જે કરવામાં આવેલ છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ પોલીસ કર્મી ફરાર થઈ ચૂકયો છે ઉપરાંત અગાઉ પણ તે દારૂનો કેસમાં ઝપડાયો હોવાનું સામે આવી રહ્યું છે. આ બનાવ અંગે LCBની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.