સુરેન્દ્રનગરના ચુડામાં કૂવામાં પડી જવાથી બે સગા ભાઈ બહેનના મોત

copy image

copy image

સુરેન્દ્રનગરના ચુડામાં કૂવામાં પડી જવાથી બે સગા ભાઈ બહેનના મોત થયા છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વિજયનગરમાં આવેલા ભાડિયા કુવામાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, હતભાગી બંને ભાઈ બહેન ઘરની નજીક આવેલા કૂવા પાસે રમતા હતા.તે દરમ્યાન કોઈ કારણોસર તેઓ કૂવામાં પડી ગયાં હતા, જોકે કેવી રીતે કૂવામાં પડ્યા તેની હજુ બહાર આવ્યું નથી.  બનાવને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.