ભુજમાંથી ચાર મહિલા સહિત છ ખેલીઓની અટક કરાઈ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજમાંથી પોલીસે ચાર મહિલા સહિત છ ખેલીઓને ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસે ભુજમાં આવેલ પાલારા જેલથી આગળ આવેલા કોલીવાસમાં પાબુદાદાના મંદિર નજીકના વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમ્યાન તીનપત્તી વડે રૂપિયાની રમત કરતાં છ ખેલીઓને રોકડા રૂા. 21,700 સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.