સુરતમાથી વધુ પાંચ બોગસ ડોકટર દબોચાયા

doctor

copy image

copy image

સુરતમાથી વધુ પાંચ બોગસ ડોકટર દબોચાયા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સચીન GIDC વિસ્તારમાં ડિગ્રી વિના દર્દીઓને એલોપેથી દવાઓ આપતા નકલી તબીબને પોલીસે ઝડપયા છે. જાણવા મળી રહ્યું છે કે સચીન GIDCના શીવનગર તલંગપુર રોડ વિસ્તારમાં આવેલા વિવિધ ક્લિનિક્સમાં રેઈડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ ડોક્ટરો પાસે માન્ય મેડિકલ ડિગ્રી ન હોવા છતાં તેઓ લોકોની દવા કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. આ શખ્સો છેલ્લા 3-10 વર્ષથી આ બોગસ ડોકટર લોકોની સારવાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઈશમોની અટક કરી આગળની વધુ તપાસ આરંભી છે.