ભુજ તાલુકાનાં ધાણેટી ગામના કરિયાણાના વેપારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું

copy image

copy image

ભુજ ખાતે આવેલ ધાણેટી ગામના કરિયાણાના વેપારીનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી દેવજીભાઈ બાલાસર એકટીવા લઈને વહેલી સવારના સમયે ધાણેટી-નાડાપા માર્ગેથી જઈ રહ્યા હતા તે દરમ્યાન ભગવતી હોટલ પહેલાં માર્ગ પર પડેલા ધૂળના ઢગલાઓ વચ્ચેથી પોતાની એકટીવા કાઢી રહ્યા હતા, તે સમયે કોઈ ફોરવ્હીલ ગાડી પીકઅપ-ડાલુના ચાલકએ અકસ્માત સર્જાતાં દેવજીભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સર્જાયેલ અકસ્માતમાં ઘાયલ થયેલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા  ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.