ગાંધીધામના પરીવહન ઉદ્યોગકાર સાથે મિત્રએ કરી 2.46 લાખની છેતરપિંડી
copy image

ગાંધીધામના પરીવહન ઉદ્યોગકાર સાથે તેના મિત્રે થોડા-થોડા સમયે કુલ રૂા. 2,46,800 ઉછીના લઈને તે પરત ન આપી વિશ્વાસધાત કર્યો હોવાનો બનાવ ફરીયાદ રૂપે પોલીસ ચોપડે નોંધાયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ શહેરમા ચાંમુડા રોડલાઈન્સ નામની ટ્રાન્સપોર્ટ ચલાવતાએ તેના મિત્ર અને આરોપી વિરુધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.પોલીસ સુત્રોએ વિગતો આપતા કહ્યું હતુ કે આરોપી ફરીયાદી પાસે થોડા-થોડા રૂપિયા હાથ ઉછી લઈ જતો હતો.જે થોડા સમય પરત આપી દેતો હતો. તહોમતદારી ફરીયાદીનો વિશ્વાસ જીતીને ઓનલાઈન અને બેંક મારફતે કુલ રૂા. 2,46,800 ઉછીના લીધા હતા. આ રકમ આરોપીએ લાંબા સમય સુધી પરત આપી ન આપી વિશ્વાસધાત કર્યો હતો. આ ગુન્હામાં સામેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરીને વધુ તપાસ આદરી છે.