માનકૂવા ગામમાંથી ત્રણ મોબાઇલની ચોરી કરનાર ઈશમ દબોચાયો
ભુજ ખાતે આવેલ માનકૂવા ગામમાંથી ત્રણ મોબાઇલની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માનકુવા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગામમાંથી થયેલ મોબાઈલ ચોરીનો આરોપી ચોરાઉ મોબાઈલ સાથે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપી ઈશમને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.