ગઢશીશામાંથી ફરી એક વખત રોયલ્ટી કરતાં વધુ ખનીજ ભરેલ ડમ્પર કબ્જે
copy image

ગઢશીશામાંથી રોયલ્ટી કરતાં વધુ ખનીજ ભરેલ ડમ્પર પોલીસે ઝડપી પાડ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગઢશીશા પોલીસ પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન રોયલ્ટી કરતાં વધારે ઓવરલોડ ભરેલાં ડમ્પરને ઝડપી પાડવામાં આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે આ ડમ્પરને ગઢશીશા પોલીસ મથકે રાખી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ મોકલવામાં આવેલ છે.