જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Z-Morh ટનલનું કર્યું ઉદ્ઘાટન

copy image

copy image

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી Z-Morh ટનલનું ઉદ્ઘાટન કર્યું હોવાની તસવીરો સામે આવી રહી છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએમ મોદીની કાશ્મીર મુલાકાતને લઈને સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવેલ છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા દળોની તૈનાતીમાં વધારો કરી  દેવામાં આવેલ છે. વાહનોની સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.