ગાંધીધામમાં રહેણાક મકાનમાંથી શરાબની 57 બોટલો ઝડપાઈ : આરોપી ફરાર

copy image

copy image

ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે  બાતમી મળેલ હતી કે, મહેશ્વરીનગર ઝૂંપડામાં નિતેશ ઉર્ફે નિતીન ગાંગજીભાઇ મહેશ્વરી નામના શખ્સે પોતાના મકાનમાં વેચાણ અર્થે  દારૂનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રૂ.28,975 ની કિંમતના વિદેશી શરાબની જુદા જુદા બ્રાન્ડની 57 બોટલો ઝડપી પાડવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો.પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.