કચ્છના આદિપુરમાં HMPVનો કેસ નોંધાયો
![HMPV](https://kutchcarenews.com/news/wp-content/uploads/2025/01/image-1.jpeg)
copy image
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2025/01/image-1.jpeg)
રાજ્યમાં HMPV વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે આદિપુરમાં પણ એક કેસ નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરના માથક રોડ નજીક રહેતા 60 વર્ષીય વૃધ્ધને શંકાસ્પદ લક્ષણો હોવાથી પ્રાથમીક સારવાર બાદ વધુ સારવાર માટે તેઓ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં ગયેલ હતા. અહી તેમના જુદા જુદા રિપોર્ટ કરાવવામાં આવતા HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ વૃદ્ધ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે તેઓની તબિયત સુધારા પર છે ચિંતા જેવી કોઈ બાબત જણાઈ નથી. અહી નોંધનીય બાબત છે કે, HMPV વાયરસનો કચ્છનો પ્રથમ, ગુજરાતનો પાંચમો અને દેશનો 15મો કેસ નોંધાયો છે.