નખત્રાણાના દેશલપરમાં સર્જાયો વિચિત્ર અકસ્માત : પાર્કિંગ કરેલ ટ્રક અચાનક ચાલુ થઈને નજીકના એક મકાનમાં ઘુસી

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ દેશલપરમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે, જેમાં ભરેવા જતી ટ્રક અચાનક ચાલુ થઈને નજીકના એક મકાનમાં ઘુસી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે આ મળે સૂત્રોના જણાવ્યા અનુસાર  આ બનાવમાં ટ્રક ચાલક હાજીપીર તરફ નમક ભરવા જઈ રહ્યો હતો તે દરમ્યાન રસ્તામાં તે ચા પીવા ઊભો રહયો હતો. તે સમયે આ ટ્રક અચાનક ચાલુ થઈને ખોડ ભૂંસાનો વેપાર કરતા અદરેમાન લાંઘાના મકાનમાં ધસી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં મકાનના સ્ટોર રૂમની દીવાલો તૂટી ગઈ અને મકાનમાં મોટી તિરાડો પડી ગઈ છે. આ ટ્રક ધડાકાભેર ઘરમાં ઘૂસતાં મકાનમાં હાજર પરિવારજનોમાં ધોડદામ મચી જવા પામી હતી. સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ મકાનમાલિકને મોટું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.