શરાબની 53 બોટલ સાથે એકની ધરપકડ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામ ખાતે આવેલ ભારતનગરમાંથી વિદેશી શરાબની 53 બોટલો સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સઁવાણા સમાજવાડી સામે રહેતા રામ ઘનશ્યામ કોટવાણી નામના શખ્સે પોતાના રહેણાક મકાનમાં વેચાણ અર્થે વિદેશી દારુનો જથ્થો રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી આરોપી ઈશમને દબોચી લીધો હતો. વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રૂ.13,756 કિંમતની કુલ વિદેશી શરાબની 53 બોટલો કબ્જે કરાઈ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.