અંજારના સંઘડ ગામમાં 23 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

 અંજાર ખાતે આવેલ સંઘડ ગામમાં 23 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ સંઘડ ગામની  કેરેશ્વર સોસાયટીમાં રહેનાર 23 વર્ષીય અજય લધુ આહીર નામના યુવાને ગત દિવસે અંતિમ પગલું ભરી લીધું હતું. હતભાગી યુવાન પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં આવેલ ખીંટીમાં વાયર બાંધી ગળે ફાંસો ખાઈ જીવ આપી દીધો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ થાપા આરંભી  છે.