ભચાઉમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતા સાત શરાબીઓ પોલીસના સકંજામાં
copy image

ભચાઉમાં જાહેરમાં દારૂની મહેફિલ માણતા સાત નશેડીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉમાં આવેલ ભાવેશ્વર સોસાયટી નજીક ગત રાત્રે જાહેરમાં વાહનો ઉભા રાખીને સાત શખ્સો દારૂની મહેફીલ માણી રહ્યા હતા. તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે આ શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ ઈશમો પાસેથી દારૂની બોટલ 150 એમ.એલ. તથા પાંચ વાહનો, સાત મોબાઈલ સહિત કુલ રૂા. 14,30,300નો કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.