છ માસથી ફરાર ચોરીના ગુનાનો આરોપી ઝડપાયો
copy image

ગાંધીધામમાથી થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છ માસથી નાસતા ફરતા આરોપી ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. છ માસ અગાઉ આ ચોરીનો બનાવ ગાંધીધામના ટાગોર રોડ નજીક બીએસએલ એક્સચેન્જ બિલ્ડિંગની અંદર જિઓ કંપનીના ટાવરની શેલ્ટર કેબિનમાં બન્યો હતો. આ ચોરીના બનાવનો આરોપી છેલ્લા છ માસથી નાસતો-ફરતો હતો. જેને પૂર્વ બાતમીના આધારે પોલીસે દબોચી લીધો છે.