કચ્છ-ભુજ જીલ્લા મેજીસ્ટ્રેટ નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર આરોપીઓને ધારદાર તલવાર સાથે ઝડપી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાથબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓએ પ.કચ્છ-ભુજ જીલ્લામાં શરીર સબંધી બનતા ગુનાઓ અટકાવવા અને આવી પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સારૂ ખાસ સુચના આપેલ,
જે અનુસંધાને આજરોજ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબ નાઓએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર લઇને ફરતા ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને બજાર ચાવડી ચોકીના કર્મચારીઓ પ્રો.એ.એસ.આઇ. સરસ્વતી ચાવડા તથા એ.એસ.આઇ. જયંતિભાઇ મહેશ્વરી તથા પો.કોન્સ દશરથભાઇ ચૌધરી તથા વિક્રમસિંહ રાઠોડ નાઓ પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બકાલી કોલોની રામ ગઢવીના દવાખાનાની સામેની શેરીમા બે ઇસમો હાથમા તલવાર લઇને કોઇ કોગ્નીઝેબલ ગુનો કરવાના ઈરાદે ઉભા છે જેથી પ્રા.વાહનથી બકાલી કોલોની રામ ગઢવીના દવાખાનાની સામેની શેરીમાં જતા ત્યાં બે ઇસમો પૈકી એક ઇસમ હાથમાં ખુલ્લી તલવાર અને બીજો ઇસમના હાથમાં કાળા કલરના ક્વરમા ગુપ્તી (તલવાર) લઇને ઉભેલ હોઇ અને હાલે જીલ્લા મેજી. અને કલેકટરશ્રી કચ્છ-ભુજ નાઓનુ હથિયારબંધી જાહેરનામુ પ્રસિધ્ધ હોય જેથી તેના વિરુધ્ધ જી.પી.એક્ટની કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
►પકડાયેલ આરોપીઓ:-
(૧) મામદહુસેન ઉમર સમા ઉ.વ.૫૮ રહે. બકાલી કોલોની કોડકી રોડ ભુજ
(૨) મોસીન મામદહુસેન સમા ઉ.વ. ૨૮ રહે. બકાલી કોલોની કોડકી રોડ ભુજ
Edit with WPS Office
કબ્જે કરેલ મુદામાલ –
(૧) ગેલ્વેનાઇજના હાથા વાળી સ્ટીલની ખુલ્લી તલવાર નંગ-૧ કિ.રૂ.૫૦૦/-
(૨) એક ધારદાર સ્ટીલની ગુપ્તી (તલવાર) નંગ-૧ કિ.રૂ.૩૦૦/-
આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-
ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. ડી.ઝેડ.રાઠવા તથા પ્રો.એ.એસ.આઇ. સરસ્વતી ચાવડા તથા એ.એસ.આઇ. જયંતિભાઇ મહેશ્વરી તથા પો.કોન્સ દશરથભાઇ ચૌધરી તથા વિક્રમસિંહ રાઠોડ તથા કુલદિપસિંહ ઝાલા તથા કુલદીપદાન ગઢવી એ રીતેના કર્મચારીઓ જોડાયેલા હતા.