ગાંધીધામ શહેરમાં મુખ્ય માર્કેટમાં આગનો બનાવ : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

ગાંધીધામ શહેરમાં મુખ્ય માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો. આ આગ વધુ ફેલાય તે પૂર્વે અગ્નીશમન દળે તેના પર કાબૂ મેળવ્યો હતો. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના ડીબીઝેડ સાઉથ પ્લોટ નં. 55 પાછળ આવેલ ગોડાઉનમાં આ બનાવ બન્યો હતો. અહી કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. વધુમાં જણાઈ રહ્યું છે આ આગ વધુ વિકરાળ બને તે પહેલા જ ગાંધીધામ નગરપાલિકાના અગ્નીશમન દળે તેના પર કાબૂ મેળવ્યો હતો. દોઢેક કલાકના પ્રયાસો બાદ તેના પર અંકુશ મેળવાયો હોવાનું સામે આવ્યું છે. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.