જમ્મુ કાશ્મીરમાં રહસ્યમય બીમારીને કારણે 14ના મોત

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં રહસ્યમય બીમારીને કારણે 14 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીમાંથી આ ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે.  બાધલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે 14 લોકોના મોત નિપજ્યાં હોવાના અહેવાલ સામે આવી ચૂક્યા છે. છેલ્લા 30 દિવસમાં આ બીમારીના કારણે આટલો મૃત્યુ આંક બની ચૂક્યો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે મૃત્યુ પામેલાઓમાં ત્રણ પરિવારોના 11 બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકો છે. બનાવને પગલે આસપાસના વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે તપાસ માટે આરોગ્ય ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.