પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં માળા વેચતી છોકરી બની કેન્દ્ર સ્થાન : યુવતી સાથે ફોટો પડાવવા લોકોની ભીડ જોવા મળી

copy image

copy image

હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલ મડાકુંભમાં લોકો દૂર-દૂરથી પોતાનો સામાન વેચવા પ્રસ્તૂત થઈ રહ્યા છે ત્યારે ઇન્દોરની મોનાલિસા નામની 16 વર્ષની છોકરી પણ માળા વેચવા માટે મહાકુંભ મેળામાં પહોંચી છે જેના ઘણા વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈએ ચૂક્યા છે. માળા વેચતી છોકરીની રીલ્સ પર પણ ખૂબ વાઈરલ થઈ છે. આ યુવતી સાથે ફોટા પાડીને તેને પરેશાન કરનારાઓને પાઠ ભણાવતો પણ જોવા મળી રહ્યો છે. મોનાલિસાના ઘણા વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યા છે. તે પોતાનું નામ, સરનામું જણાવવા ઉપરાંત, લગ્ન વિશે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

 તમારી આંખો ખૂબ જ સુંદર છે….

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલા વિડીયોમાં તે માણસ માળા વેચતી છોકરી સાથે વાત કરી રહ્યો છે. તે કહે છે કે તમારી સુંદર આંખોને કારણે જ લોકો તમારી સાથે ફોટા પાડવા માંગે છે. જેના જવાબમાં તે કહે છે કે તે હવે વાયરલ થઈ ગઈ છે. તમે પ્રખ્યાત થઈ ગયા છો…વધુમાં જાણવા મળી રહ્યું છે કે ડિયોમાં તે વ્યક્તિ મોનાલિસા સાથે ફોટો પડાવવા માટે તેની આસપાસ એકઠી થયેલી ભીડ બતાવે છે, જેમાં એક વ્યક્તિ માળા પકડીને ઉભો છે. @shivam_bikaneri_official નામના એક ઇન્સ્ટાગ્રામ યુઝરે આ વાતચીતનો વિડિયો પોસ્ટ કર્યું હોવાનું જણાઈ રહ્યું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-