મહાનપર્વ મહાકુંભમાં પ્રથમ સ્નાન મહોત્સવ પર 1.50 કરોડ શ્રદ્ધાળુઓએ અવિરત અને સ્વચ્છ ત્રિવેણીમાં સ્નાન કરવાનો પવિત્ર લાભ પ્રાપ્ત કર્યો

 શ્રદ્ધાનું મહાનપર્વ મહાકુંભ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વહેલી સવારથી જ ભક્તો ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના સંગમ પર ડૂબકી લગાવવા પહોંચી ચૂક્યા છે. જાણવા મળી રહ્યું છે કે પ્રથમ દિવસે 1.5 કરોડ લોકોએ ત્રિવેણીમાં સ્નાન કરવાનો પવિત્ર લાભ પ્રાપ્ત કર્યો હોવાનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ટ્વીટના માધ્યમથી જણાવ્યુ છે. પ્રથમ સ્નાન મહોત્સવ પર 1.50 કરોડ સનાતન શ્રદ્ધાળુઓએ અવિરત અને સ્વચ્છ ત્રિવેણીમાં સ્નાન કરવાનો પવિત્ર લાભ પ્રાપ્ત કર્યો છે.