રાપરના બેલામાંથી 2.29 લાખના શરાબ સાથે એકની ધરપકડ

copy image

copy image

રાપર ખાતે આવેલ બેલામાંથી 2.29 લાખના શરાબ સાથે એક ઈશમને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બેલાના રંભરાઇ તળાવ નજીક એક કારમાં દારૂ ભરી જારામાં સંતાડવામાં આવી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસને આવતી જોઇને વાહનના ચાલકે પોતાનું વાહન હંકારી દીધું હતું. બાદમાં પોલીસે કારનો પીછો કરતાં આગળ જતાં આ કાર ખેતરોમાં ફસાઇ જતાં પોલીસે દોડીને એક ઈશમને દબોચી લીધો હતો. ત્યારે અન્ય એક આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. વધુમાં જણાઈ રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન  કુલ રૂા. 2,29,920નો શરાબ કબ્જે કરાયો છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-